રિપબ્લિકન નેશનલ કમિટી (RNC)ના અધ્યક્ષપદ માટે ચૂંટણી લડી રહેલા અગ્રણી ઇન્ડિયન અમેરિકન એટર્ની હરમીત ધિલ્લોને આક્ષેપ કર્યો છે કે પોતે શીખ ધર્મના હોવાને કારણે તેમના પક્ષના કેટલાંક નેતાઓ ધર્મને મુદ્દો બનાવીને તેમના પર હુમલા કરી રહ્યાં છે. જોકે તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે હાર માનશે નહીં અને ટોચના સ્થાનની રેસમાં અડગ રહેશે.
કેલિફોર્નિયા રિપબ્લિકન પાર્ટીના ભૂતપૂર્વ-કો-ચેર ધિલ્લોન RNCના ચેરમેનના હોદ્દા માટે રોન્ના મેકડેનિયલ સામે ચૂંટણી લડી રહ્યાં છે. રિપબ્લિકન નેશનલ કમિટી (RNC)ના અધ્યક્ષની ચૂંટણી 27 જાન્યુઆરીએ યોજાવાની છે.
54 વર્ષના ધિલ્લોને સોમવારે શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં જણાવ્યું હતું કે “મારી અથવા મારી ટીમ માટે કોઈ પણ પ્રકારની ધમકીઓ અથવા મારા ધર્મ પરના ધર્માંધ હુમલાઓ મને RNCમાં સકારાત્મક પરિવર્તનને આગળ ધપાવતા રોકી શકશે નહીં. આ સકારાત્મક પરિવર્તનોમાં જવાબદારી, પારદર્શિતા, પ્રામાણિકતા, અને શિષ્ટાચારના નવા ધોરણોનો સમાવેશ થાય છે.”
સોમવારે શ્રેણીદ્ધબધ ધમકીભરી ટ્વીટ મળી હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આજે ધમકીઓ આવી રહી છે. ડો. માર્ટિન લ્યુથર કિંગ જુનિયરના વારસા અંગેના મારા મેસેજનો રોન્નાના એક સમર્થકે જવાબ આપ્યો હતો અને પરિણામો ભોગવવાની ધમકી આપી હતી. મારી ટીમના બીજા એક વ્યક્તિએ RNCના સૌથી વધુ વેતન મેળવતા વેન્ડર અંગે સવાલ ઉઠાવતા તેમને $$$ RNC સલાહકારે ધમકીભર્યો કોલ કર્યો હતો. મેસેજમાં જણાવાયું હતું કે મારા સમર્થકો ચૂપ નહીં રહે તો ક્યારેય કોઇ પ્રેસિડેન્શિયલ કેમ્પેઇન કે આરએનસી માટે કામ કરી શકશે નહીં.
ગયા અઠવાડિયે પોલિટિકો અખબારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે ધિલ્લોન શીખ ધર્મના હોવાથી વિરોધીઓએ તે અંગે ચિંતા વ્યક્ત કરવાનું ચાલુ કર્યું છે. ધિલ્લોને પોલિટિકોને જણાવ્યું હતું કે “તે જાણીને દુઃખ થાય છે કે મુઠ્ઠીભર RNC સભ્યો શીખ ધર્મનો મારા વિરુદ્ધ હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યાં તથા RNC માટે મારી ફિટનેસ પર સવાલ ઉઠાવી રહ્યાં છે