Republic Day celebration by police on 19 uninhabited islands of Gujarat

આ વર્ષે દેશભરમાં પ્રજાસત્તાક પવર્ની દબદબાભેર ઉજવણી કરવામાં આવી. ગુજરાત રાજયના દરિયાઇ સરહદી વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ દ્વારા બાજ નજર રાખી સુરક્ષાની કામગીરી કરનાર મરીન પોલીસ દ્વારા પણ ર૬ જાન્યુઆરીએ કુલ-૧૯ ટાપુઓ ઉપર ધ્વજ વંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં (૧) કચ્છ-ભુજના લુણા, અલગોતર, ખીદરત, હેમથલ ટાપુ તથા કચ્છગાંધીધામના સતસૈડા ટાપુ (ર) મોરબી જિલ્લાના મુર્ગા (૩) દેવભૂમિ દ્વારકાના નરારા બેટ ટાપુ, કાળુભાર, રોજી, સમ્યાણી ટાપુ(૪) જુનાગઢના બંદર શહીદ સ્મારક (પ) ગીર-સોમનાથના ભેંસલાપીર (૬) અમરેલીના શીયાળબેટ, સવાયબેટ (૭) ભાવનગરના પીરમબેટ (૮) ભરૂચના આલીયા બેટ (૯) સુરત શહેરના કીડીયા બેટ તેમજ (૧૦) નવસારીના ઝાટ ફળીયા અને અંબા ફળીયા ટાપુ ઉપર રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY