ભારતે કોરોના વાઇરસની સારવારમાં વપરાતી દવા રેમેડેસિવિરની આયાત જકાતને 31 ઓક્ટોબર સુધી માફ કરી છે. દેશમાં કોરોના વાઇરસના કેસોમાં જંગી ઉછાળાને પગલે આ એન્ટિ વાઇરલ મેડિસિનની અછત ઊભી થઈ છે ત્યારે સરકારે આ નિર્ણય કર્યો છે.
નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે રેમડેસિવિર અને રેમડેસિવિર ઇન્જેક્શનના ઉત્પાદનમાં વપારતી બિટા સાઇક્લોડેક્સટ્રીન (SBEBCD)ની આયાત જકાત પણ નાબૂદ કરી છે. ભારતમાં કોરોનાની બીજી લહેર હાકાકાર મચાવી રહી છે અને દેશમાં એક દિવસમાં આશરે ત્રણ લાખ કેસો નોંધાઈ રહ્યાં છે.