ભારતના વિદેશ રહેલા માઇગ્રન્ટમાંથી અડધા કરતાં વધુ ગલ્ફ દેશો છે, પરંતુ હવે કુશળ કામદારો વિકસિત દેશો તરફ વળી રહ્યાં છે. ભારતને મળતા કુલ રેમિટન્સમાં અમેરિકાનો હિસ્સો વધીને 27.7 ટકા થયો છે અને ભારતમાં રેમિટન્સના સ્રોત તરીકે અમેરિકાએ યુએઇને પાછળ રાખીને ટોચનું સ્થાન મેળવ્યું છે, આરબીઆઇના એક અભ્યાસમાં જણાવાયું હતું.
યુએસ અને યુકે જેવા વિકસિત અર્થતંત્રોએ મુખ્ય સ્ત્રોત તરીકે ગલ્ફને પાછળ છોડી દેતાં ભારતમાં રેમિટન્સ પેટર્ન રહી છે. 2023-24માં કુલમાંથી અડધાથી વધુ વિકસિત અર્થતંત્રોમાંથી રેમિટન્સ આવ્યું હતું, જે કુશળ કામદારોના માઇગ્રેશનમાં વધારો પણ દર્શાવે છે.
આરબીઆઇના રીપોર્ટમાં જણાવ્યા અનુસાર ભારતને મળતા કુલ રેમિટન્સમાં અમેરિકાનો હિસ્સો 2023-24ના નાણાકીય વર્ષમાં વધીને 27.7 ટકા થયો છે, જે 2020-21માં 23.4 ટકા હતો. આ સમયગાળામાં ભારતના કુલ રેમિટન્સમાં યુકેનો હિસ્સો પણ 6.8 ટકાથી વધીને 10.8 ટકા થયો હતો. ભારત અને યુકે વચ્ચે માઇગ્રેશન એન્ડ મોબિલિટી પાર્ટનરશીપ (2021)ને કારણે પણ યુકેમાંથી રેમિટન્સ વધું છે. સિંગાપોરમાંથી રેમિટન્સનો હિસ્સો વધીને 6.6 ટકા, કેનેડામાંથી 3.8 ટકા અને ઓસ્ટ્રેલિયામાં 2.3 ટકા થયો હતો.
UAE, સાઉદી અરેબિયા, કુવૈત, કતાર, ઓમાન અને બહેરીન સહિતના GCC દેશોએ ભારતના કુલ રેમિટન્સમાં 38% યોગદાન આપ્યું હતું.
રાજ્યવાર જોઈએ તો, મહારાષ્ટ્રમાં સૌથી વધુ 20.5% રિમિટન્ટ આવ્યું હતું. આ પછી કેરળમાં 19.7% અને તમિલનાડુમાં 10.4% રેમિટન્સ આવ્યું હતું. તેલંગાણા અને કર્ણાટકમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં રેમિટન્સ આવ્યું હતું. ભારતા વધુને વધુ વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે નોન-જીસીસી દેશોમાં જવાનો વિકલ્પ પસંદ કરી રહી છે.
RBIના નવીનતમ બુલેટિનમાં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું હતું કે ૧૯૯૦થી ભારતના માઇગ્રન્ટની સંખ્યા સંખ્યા ત્રણ ગણી વધીને ૧.૮૫ કરોડ થઈ છે. આની સાથે વૈશ્વિક માઇગ્રન્ટમાં ભારતનો હિસ્સો ૪.૩%થી વધીને ૬% થયો છે. ૨૦૪૮ સુધી ભારતની વર્કિંગ એજ વસ્તીમાં વધારો થવાનો અંદાજ છે, તેથી ભારત વિશ્વનો અગ્રણી લેબર સપ્લાયર બને તેવી શક્યતા છે.
