ફાઇનાન્સ, ઉચ્ચ શિક્ષણ અને હોસ્પિટાલિટી સહિતના ક્ષેત્રોના ત્રીસથી વધુ એમ્પલોયર્સ અને બિઝનેસ લીડર્સે સરકાર અને શાળાઓને ધાર્મિક શિક્ષણના અભ્યાસમાં સુધારો કરવા માટેના ‘કૉલ ટુ એક્શન’ પર હસ્તાક્ષર કર્યા છે.

આ ઝુંબેશનું નેતૃત્વ કન્ફેડરેશન ઑફ બિઝનેસ એન્ડ ઇન્ડસ્ટ્રીના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ અને બર્મિંગહામ યુનિવર્સિટીના ચાન્સેલર લોર્ડ બિલિમોરિયા દ્વારા કરવામાં આવ્યું છે. તેમણે એક ખુલ્લો પત્ર બહાર પાડી ઇન્ક્લુસીવ અને ગ્લોબલ વર્કપ્લેસ તરીકે વૈશ્વિક સ્તરે સામનો કરી શકાય તે માટે શાળાઓમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ધાર્મિક શિક્ષણના મહત્વને સંબોધવા અપીલ કરી હતી.

લોર્ડ બિલિમોરિયાએ કહ્યું હતું કે “ધાર્મિક શિક્ષણ વિદ્યાર્થીઓને “ખોટી માન્યતાઓ ટાળવામાં અને જીવનના તમામ ક્ષેત્રોના વિશ્વભરના લોકો સાથે કામ કરવા માટે મદદ કરી શકે છે. RE શિક્ષકો દેશના કેટલાક સૌથી ઉત્સાહી શિક્ષકો પૈકીના એક છે. પરંતુ હું ભંડોળના અભાવ અને RE શિક્ષકો માટેના યોગ્ય સમર્થન વિશે ચિંતિત છું.’’

આ ઝુંબેશના ભાગરૂપે, ધાર્મિક શિક્ષણ માટેના યુવા રાજદૂતોએ વિડિયો સબમિટ કર્યા છે જે સમજાવે છે કે આ વિષય તેમને કામના સ્થળ માટે કેવી રીતે મદદ કરે છે.

તમામ શાળાઓમાં યર 13 સુધી ધાર્મિક શિક્ષણ શીખવવાની વૈધાનિક આવશ્યકતા છે. જો કે દેશની 500 જેટલી સેકન્ડરી સ્કૂલ્સ તે પરિપૂર્ણ કરી રહી નથી. આ મહિને, ઈંગ્લેન્ડ અને વેલ્સની રિલીજીયસ એજ્યુકેશનલ કાઉન્સિલે સમગ્ર દેશમાં વિષયની જોગવાઈને સુધારવામાં શાળાઓને મદદ કરવાના હેતુથી સંસાધનોની એક ટૂલકિટ શરૂ કરી છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments