રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ગુજરાતના સુરતમાં હજીરા ખાતે દેશની પ્રથમ વર્લ્ડ કલાસ કાર્બન ફાઈબર ફેક્ટરી સ્થાપવાની જાહેરાત કરી હતી. અંબાણીએ જણાવ્યું હતું કે રિલાયન્સ 2024માં જામનગરમાં 5,000 એકરમાં ગ્રીન એનર્જી ગીગા કોમ્પ્લેક્સ સ્થાપશે.
તેમણે એમ પણ કહ્યું હતું કે રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશન “ગુજરાતમાં અન્ય કેટલાક ભાગીદારો સાથે શિક્ષણ, રમતગમત અને કૌશલ્ય માળખામાં સુધારો કરવા માટે પ્રયાસ કરશે. તેનાથી વિવિધ ઓલિમ્પિક્સ સ્પોર્ટસમાં ભવિષ્યના ચેમ્પિયનો તૈયાર કરી શકાશે.
મણે કહ્યું કે દુનિયાના ઘણા દેશોમાં હજુ 5G સર્વિસ નથી, પરંતુ ગુજરાત સંપૂર્ણરીતે 5G એનેબલ્ડ રાજ્ય છે. ભવિષ્યમાં આપણે ગુજરાતનું ડેટા સેન્ટર બનાવવાના છીએ. તેનાથી ગુજરાતમાં આઈટી અને AI રિલેટેડ જોબનું સર્જન થશે. ગુજરાતમાં AI એનેબલ્ડ હેલ્થ સર્વિસ અને AI એનેબલ્ડ કૃષિ પણ જોવા મળશે.
આ ઉપરાંત તેમણે ગુજરાતમાં એક ગીગા ફેક્ટરી સ્થાપવાનું પણ વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે રિલાયન્સ જૂથે અત્યાર સુધીમાં ભારતમાં 12 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેમાંથી એક તૃતિયાંશ રોકાણ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. વર્ષ 2024ના પાછલા છ મહિનામાં ગુજરાતમાં એક ગીગા ફેક્ટરી સ્થાપિત કરવામાં આવશે. હું આજે ફરી એક વખત કહું છું કે રિલાયન્સ હંમેશા ગુજરાતની કંપની રહેશે.