બિલિયોનેર મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડએ રૂ. 5.95 લાખ કરોડના રોકાણ માટે ગુરુવારે ગુજરાત સરકાર સાથે સમજૂતીપત્ર (MOU) કર્યા હતા. આ પ્રોજેક્ટ થકી ગુજરાતમાં આશરે 10 લાખ સીધી કે આડકતરી રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે.
ગુજરાતને નેટ ઝીરો અને કાર્બન ફ્રી બનાવવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડએ 100 ગિગાવોટ રિન્યુએબલ એનર્જી પાવર પ્લાન્ટ અને ગ્રીન હાઇડ્રોજન ઇકો સિસ્ટમના વિકાસ માટે આગામી 10થી 15 વર્ષના ગાળામાં રૂ. 5 લાખ કરોડના રોકાણની દરખાસ્ત કરી છે.
રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજનના કેપ્ટિવ ઉપયોગ તરફ દોરી જતી નવી ટેકનોલોજી અને ઇનોવેશન અપનાવવા માટે નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહાયરૂપ બનવા તથા ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા રિલાયન્સ ઇકો-સિસ્ટમ વિકસાવશે.પની ન્યૂ એનર્જી અને ઇન્ટિગ્રેટેડ રિન્યુએબલ મેન્યુફેચર માટે રૂપિયા 60 હજાર કરોડનું રોકાણ કરશે. જયારે નવા પ્રોજેક્ટ્સ માટે કચ્છમાં 4.5 લાખ એકર જમીનની માગણી કરી છે. રિન્યુએબલ એનર્જી તથા ગ્રીન હાઇડ્રોજન કેપ્ટીવ ઉપયોગની નવી ટેક્નોલોજી તથા ઇનોવેશન અપનાવવા નાના અને મધ્યમ કદના ઉદ્યોગોને સહાય રૂપ બનવા અને ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇકોસિસ્ટમ વિકસાવશે. આ ન્યૂ એનર્જી મેન્યુફેકચરીંગ અન્વયે સોલાર પી.વી. મોડ્યુલ, ઇલેકટ્રોલાઇઝર, એનર્જી સ્ટોરેજ બેટરી, ફયુઅલ સેલ્સ સહિતની ફેસેલીટીઝ સ્થપાશે.
આ ઉપરાંત, રિલાયન્સ જિયો નેટવર્કને 5Gમાં અપગ્રેડ કરવા આગામી 3.5 વર્ષમાં રૂ. 7,500 કરોડનું, આગામી 5 વર્ષમાં રિલાયન્સ રિટેલમાં રૂ. 3,000 કરોડ અને હાલના તેમજ નવા પ્રોજેક્ટ્સમાં રૂ. 25,000 કરોડનું રોકાણ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.