ભારતમાં સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બુધવારે એની પ્રથમ ઓનલાઇન વાર્ષિક સાધારણ સભા (AGM)નો પ્રારંભ થયો છે. રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ આજે જાહેરાત કરી હતી કે ગૂગલ જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 33,737 કરોડનું રોકાણ કરશે અને જિયોમાં 7.7% હિસ્સેદારી મેળવશે.મુકેશ અંબાણીએ આ સભામાં જણાવ્યું હતું કે, જિયોએ દેશનું પહેલું સ્વદેશી 5G સોલ્યુશન તૈયાર કર્યું છે. આની ટેકનોલોજી 100% સ્વદેશી છે.
આ ટેકનોલોજી આવતા વર્ષે ફિલ્ડ ડીપ્લોયમેન્ટ માટે તૈયાર થઇ જશે અને આપણે તેને વિશ્વની અન્ય ટેલીકોમ કંપનીઓને એક્સપોર્ટ કરીશું. હું આ સફળતાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેના વિઝન આત્મનિર્ભર ભારતને સમર્પિત કરું છુ.રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, કોરોનાને કારણે ઘણી પરિસ્થિતિઓ બદલાઈ છે. પરંતુ દરેક આફત આપણા માટે અનેક અવસર લઇ ને આવે છે.
તેનું ઉદાહરણ છે આ AGM. જિયો મીટ પર આ સભા યોજાઈ રહી છે જે 50 લાખ લોકોને કલાઉડ મારફત એકસાથે જોડી શકે છે.ઈશા અંબાણીએ જિયો મીટ પ્લેટફોર્મ એજ્યુકેશન અને હેલ્થકેર જેવા ફિલ્ડમાં અનેક રૂપે મદદરૂપ થશે. આ પ્લેટફોર્મ ખાસ કરીને રીમોટ વિસ્તારોમાં ઓનલાઈન શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવશે. ભારતમાં શિક્ષકોની જે અછત છે તેમાં તે પુરક સાબિત થશે.
શેર બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, પાછલા અમુક મહિનાઓમાં રિલાયન્સ અને ખાસ કરીને જિયોમાં ઘણું રોકાણ આવ્યું છે. તેની વેલ્યુએશન પણ ઘણી વધી છે. આ બધાને લઈને શેરધારકો અપેક્ષા રાખી રહ્યા છે કે તેમના માટે પણ આજે મોટી જાહેરાત થઇ શકે છે. આમાં બોનસ અથવા તો ડિવિડન્ડને લાગતું એનાઉન્સમેન્ટ આવે તેવી અપેક્ષા રાખી રહ્યા છે.
બજાર નિષ્ણાતોના મતે, જિયો પ્લેટફોર્મ્સ માટે અપેક્ષા મુજબનું રોકાણ મેળવ્યા બાદ હવે રિલાયન્સનું ફોકસ હવે તેના રિટેલ બિઝનેસને વધારવા ઉપર છે. આજે યોજાનારી વાર્ષિક સાધારણ સભામાં રિટેલને લગતી મોટી જાહેરાત થાય તેવી સંભાવના છે. આમાં કિશોર બિયાનીના ફ્યુચર ગ્રુપનું ટેકઓવરની જાહેરાત પણ થઇ શકે છે. આ ઉપરાંત ગુગલ દ્વારા જિયો પ્લેટફોર્મ્સમાં રૂ. 30 હજાર કરોડના રોકાણની જાહેરાત પણ થઇ શકે છે. જિયો પ્લેટફોર્મ્સને ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ કરાવવા અંગે એનાઉન્સમેન્ટ થઇ શકે છે.