Reliance Jio Platforms to buy US company Mimosa for $60 million
. (ANI Photo)
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે શુક્રવારે જણાવ્યું હતું કે તેને દેશના ફાઇનાન્શિયલ હબ મુંબઈમાં આવેલા ઇન્ડસ્ટ્રીયલ એરિયા ડેવલપર નવી મુંબઈ IIA પ્રાઈવેટ લિમિટેડ (NMIIA)નો 74% હિસ્સો રૂ.16.28 અબજ ($192 મિલિયન)માં ખરીદ્યો છે.
NMIIAની સ્થાપના 15 જૂન, 2004ના રોજ કરાઈ હતી. આ કંપની તે મહારાષ્ટ્રમાં સંકલિત ઔદ્યોગિક વિસ્તાર વિકસાવવામાં રોકાયેલ છે. નાણાકીય વર્ષ 2023-24, 2022-23 અને 2021-22 માટે NMIIA નું ટર્નઓવર અનુક્રમે ₹34.89 કરોડ, ₹32.89 કરોડ અને ₹34.74 કરોડ હતું,
NMIIAનો બાકીનો 26% હિસ્સો સિટી એન્ડ ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઓફ મહારાષ્ટ્ર લિમિટેડ (CIDCO) પાસે છે. તમને જણાવી દઈએ કે NMIIA ને IIA ના વિકાસ માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ‘સ્પેશિયલ પ્લાનિંગ ઓથોરિટી’ તરીકે નિયુક્ત કરવામાં આવી છે. આ ઓથોરિટી શહેરના આયોજન અને વિકાસનું ધ્યાન રાખશે.

LEAVE A REPLY