People have rejected anti-national elements:
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 8 ડિસેમ્બરે ભાજપના ઐતિહાસિક વિજય પછી ગાંધીનગરમાં પાર્ટીના મુખ્યાલય કમલમ ખાતે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે એકબીજાને મીઠાઈ ઓફર કરી હતી. (ANI ફોટો)

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના ઐતિહાસિક વિજય માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપીને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્યની જનતાએ વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્ર વિરોધી તત્વોને નકારી કાઢ્યા છે.
રાજ્યની ચૂંટણીમાં ભાજપના વિક્રમજનક વિજય પછી ગાંધીનગરમાં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાતની જનતાએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના નેતૃત્વમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જો ગુજરાતની જનતાએ ભાજપને ચૂંટ્યા છે, તો આપણે તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવું પડશે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે “ગુજરાતની જનતાએ આ ચૂંટણીમાં રાષ્ટ્રવિરોધી તત્વોને નકારી કાઢ્યા છે અને રાજ્યમાં વિકાસના ભાજપના ટ્રેક રેકોર્ડને મત આપ્યો છે.”

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી 1.92 લાખની રેકોર્ડ સરસાઈથી વિજય થયો હતો.
તાજેતરના મતગણરીના વલણો મુજબ, લગભગ 54 ટકા મતહિસ્સા સાથે ભાજપ ગુજરાતમાં કુલ 182 બેઠકોમાંથી 152 બેઠકો પર આગળ હતું અને 2002માં જ્યારે મોદી રાજ્યના મુખ્ય પ્રધાન હતા ત્યારે 127 બેઠકોના તેના અગાઉના સર્વશ્રેષ્ઠ પ્રદર્શનને વટાવી શકે છે. કોંગ્રેસ પાસે માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં 1985માં જીતેલી 149 બેઠકોનો સર્વકાલીન રેકોર્ડ છે.

LEAVE A REPLY