લેવલીંગ-અપ સેક્રેટરી માઈકલ ગોવ દ્વારા સમર્થન આપવામાં આવેલા ટોરી રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે વર્ષમાં હજારો લોકોનું ચોખ્ખું સ્થળાંતર ઘટાડવાના પગલાંના ભાગરૂપે માત્ર શ્રેષ્ઠ પ્રદર્શન કરતી યુનિવર્સિટીઓને જ વિદેશી વિદ્યાર્થીઓને વિઝા આપવાની મંજૂરી આપવી જોઈએ.
કન્ઝર્વેટિવ થિંક ટેન્ક, ઓનવર્ડે ભલામણ કરી છે કે સ્થળાંતરને ઘટાડવા માટે ઇમિગ્રેશન નિયમોમાં “આમૂલ સુધારા” કરવા જોઈએ. દર વર્ષે 700,000થી વધુ લોકોના ચોખ્ખા સ્થળાંતરનું વર્તમાન સ્તર “ઓટોમેશન અને યુકેના કામદારોને યોગ્ય રીતે પગારની ચૂકવણી કરવા માટે નિરાશ કરે છે”.
સપ્ટેમ્બર 2023 સુધીના વર્ષમાં 486,000 થી વધુ વિદ્યાર્થી વિઝા જારી કરવામાં આવ્યા હતા, જેમાં વધારાના 152,980 વિઝા વિદ્યાર્થીઓના આશ્રિતો – ભાગીદારો અને સંબંધીઓને આપવામાં આવ્યા હતા. રિપોર્ટમાં ખૂબ જ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા લોકો માટે મર્યાદિત મુક્તિ સાથે ગ્રેજ્યુએટ વિઝા નાબૂદ કરવાની ભલામણ કરવામાં આવી છે, અને માત્ર શ્રેષ્ઠ પ્રદર્શન કરતી સંસ્થાઓને PHD માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિઝા પ્રાયોજિત કરવાની મંજૂરી આપવાની માંગ કરાઇ છે.
અહેવાલમાં લઘુત્તમ પગારની મર્યાદા વધારવા અને વિઝા કેપ્સનો અમલ કરવાની પણ ભલામણ કરવામાં આવી છે.
લીક થયેલા અહેવાલ મુજબ, વિઝા પર બ્રિટનમાં પ્રવેશેલા હજારો વિદેશી નાગરિકો કાયમી રહેવાસી તરીકે રહેવા માટે આશ્રય દાવાઓ નોંધાવી રહ્યા છે. માર્ચ 2023 સુધીમાં રેકોર્ડ 21,525 એસાયલમ દાવાઓ થયા હતા જે 154 ટકાનો વાર્ષિક વધારો છે.