ભારત વારંવાર અને વધુ તીવ્ર હીટવેવનો સામનો કરી રહ્યું હોવાથી આગામી સમયમાં ગરમી માનવ જીવન માટે અસહ્ય બને તેવું જોખમ છે. રાષ્ટ્રીય હવામાન કચેરીએ જણાવ્યું છે કે 1901 પછીથી, 2023નો ફેબ્રુઆરી મહિનો ભારતમાં સૌથી ગરમ રહ્યો છે. જે ખૂબ જ ચિંતાનો વિષય છે. ગત વર્ષની વિક્રમી ગરમીનું પુનરાવર્તન આ વર્ષે પણ જોવા મળશે તેવી આશંકા છે. ગત વર્ષે તાપમાન 50 °C (122 ફેરનહીટ) સુધી પહોંચ્યું હતું. આ ઉચ્ચ તાપમાન કોઈપણ પરિસ્થિતિમાં અસહ્ય છે.

યુનિવર્સિટી ઓફ રીડિંગના જળવાયુ વૈજ્ઞાનિક કીરન હંટે દેશની હવામાન પેટર્નનો અભ્યાસ કર્યો છે, તેમણે જણાવ્યું હતું કે “ભારત સામાન્ય રીતે સહારા જેવા ગરમ સ્થળો કરતાં વધુ ભેજવાળું છે. આનો અર્થ એ છે કે પરસેવો થવાને કારણે ગરમી સામે રક્ષણ શક્યતાઓ ઓછી થઈ જાય છે. વિશ્વ બેંક દ્વારા નવેમ્બરના એક અહેવાલમાં ચેતવણી આપવામાં આવી હતી કે ભારત એવા આગવી હરોળના પ્રદેશોમાનું એક બની શકે છે જ્યાં વેટ-બલ્બનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસની સીમાને વટાવી જશે.

વિશ્વ બેંકના અન્ય એક રિપોર્ટમાં પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે હીટવેવના કારણે ભારતમાં સ્થિતિ વધુ ખરાબ થવા જઈ રહી છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી કે ખૂબ જ ટૂંકા સમયમાં ભારતમાં હીટવેવની તીવ્રતા તેની હદ વટાવી જશે. એવા ગરમ પવનો ફૂંકાશે, જે માનવજીવન માટે અસહનીય થઈ જશે. આ પહેલા પણ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે આવનારા દાયકામાં ભારતીય ઉપમહાદ્વીપમાં ખતરનાક લૂ ફૂંકાવાની ઘટનાઓ વધી જશે.

 

LEAVE A REPLY