ભારતીય રિઝર્વ બેન્કે શુક્રવારે નાણાનીતિની સમીક્ષા બેન્ચમાર્ક વ્યાજદરને ચાર ટકાએ સ્થિર રાખ્યો હતો અને નાણાનીતિ માટે હળવું વલણ જાળવી રાખ્યું છે, તેનાથી કોવિડથી ફટકો પડ્યો છે તેવા અર્થતંત્રને બેઠું કરવા માટે ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડાનો માર્ગ મોકળો થયો છે. જોકે રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપના અંદાજમાં વધારો કર્યો છે.
અગાઉ આરબીઆઇને જીડીપીમાં 9.5 ટકા ઘટાડો થવાનો અંદાજ હતો, હવે તેને જીડીપીમાં 7.5 ટકાના ઘટાડાનો અંદાજ મૂક્યો છે. રિઝર્વ બેન્કના નવા અંદાજને કારણે ભારતનું શેરબજાર અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. બીએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ શુક્રવારે ઇન્ટ્રા-ડે સૌ પ્રથમ વખત 45,000ના આંકને વટાવી ગયો હતો. રિઝર્વ બેન્કની મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયોની જાહેરાત કરતાં તેના ગર્વનર શક્તિદાસ દાસે જણાવ્યું હતું કે રિપો રેટને 4 ટકાએ જાળી રાખવામાં આવ્યો હતો. રિઝર્વ બેન્ક માર્ચ પછીથી અત્યાર સુધી વ્યાજદરમાં 115 બેસિસ પોઇન્ટ્સનો ઘટાડો કર્યો છે.