રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક આદેશમાં જણાવ્યું હતું કે, રૂપિયા એક કરોડ સુધીની દરેક ફિક્સ્ડ ડીપોઝિટસના નાણા પાકતી મુદત અગાઉ ઉપાડવાની બેન્કોએ ડીપોઝિટધારકોને છૂટ આપવી પડશે. રીઝર્વ બેંકે નોન-કોલેબલ ફિક્સ્ડ ડિપોઝિટની લઘુત્તમ મર્યાદા રૂ. 15 લાખથી વધારી એક કરોડ કરવાનો નિર્ણય લીધો છે. આમ રોકાણકારો પાસેથી સ્વીકારાયેલી રૂપિયા એક કરોડ કે તેનાથી ઓછી રકમની દરેક ટર્મ ડિપોઝિટસને પાકતી મુદત અગાઉ નાણાં ઉપાડવાની સુવિધા મળશે.

અગાઉ રીઝર્વ બેંન્કે પાકતી મુદત પહેલા પાછી ન ખેંચી શકાય તેવી ડીપોઝિટસ પર વધારે વ્યાજ આપવાની મંજૂરી આપી હતી. વ્યાજ દર વધે ત્યારે નોન-કોલેબલ ડીપોઝિટસને રોકાણકારો જરૂર મુજબ તોડી શકતો નથી. લિક્વિડ અથવા નોન-કોલેબલ ડિપોઝિટસ પર રોકાણકારોને થોડું વધુ વ્યાજ મળે છે. નાના રોકાણકારોના હિતોને ધ્યાનમાં રાખી રીઝર્વ બેન્કે નોન-કોલેબલ ડીપોઝિટસની મર્યાદાને વધારી હોવાનું બેન્કો માની રહી છે. કોમર્શિયલ તથા સહકારી બેન્કો માટે આ નિયમ તાત્કાલિક અસરથી અમલમાં આવ્યો છે. અન્ય એક નોટિફિકેશન પ્રમાણે રીઝર્વ બેન્કે ગ્રામ્ય બેન્કો માટે બલ્ક ડીપોઝિટસની મર્યાદા એક લાખથી વધારીને એક કરોડ કરી છે.

LEAVE A REPLY