Interest rate hiked for the sixth consecutive time in India
(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

ભારતીય રિઝર્વ બેન્કે બુધવારે તેના રેપો રેટ અથવા ધિરાણદરમાં સતત છઠ્ઠી વખત વધારો કર્યો હતો અને વધુ વ્યાજદરના દ્વાર ખુલ્લા રાખ્યા હતા. રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે દેશમાં ફુગાવો હજુ પણ ઊંચો છે. મોટા ભાગના એનાલિસ્ટ્સ માનતા હતા કે વ્યાજદરમાં આ છેલ્લો વધારો છે. દેશમાં ગયા વર્ષના માર્ચ પછીથી વ્યાજદરમાં 2.50 ટકાનો વધારો થયો છે.

તાજેતરના સપ્તાહમાં વિશ્વભરની સેન્ટ્રલ બેન્કોએ વ્યાજદરમાં વધુ વધારો ન કરવાના સંકેત આપ્યા છે, કારણ કે કન્ઝ્યુમર ફુગાવો ઘટ્યો છે અને વ્યાજદરમાં સતત વધારાથી આર્થિક વૃદ્ધિને નુકસાન થયા છે.
મોનેટરી પોલિસી કમિટી મુખ્ય ધિરાણ દર અથવા રેપો રેટને 0.25 ટકા વધીને 6.50 ટકા કર્યો હતો. સમિતિના છમાંથી ચાર સભ્યો વ્યાજદરમાં વધારાની તરફેણમાં વોટિંગ કર્યું હતું.

RBI ગવર્નર શક્તિકાંત દાસે સમિતિના નિર્ણયની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું કે, “મુખ્ય અથવા અન્ડરલાઇંગ ફુગાવાની સ્થિરતા ચિંતાનો વિષય છે. આપણે ફુગાવામાં નિર્ણાયક ઘટાડો જોવાની જરૂર છે. અમારે ફુગાવાને ઘટાડવાની અમારી પ્રતિબદ્ધતામાં અડીખમ રહેવું પડશે.”

દાસે જણાવ્યું હતું કે જો ફુગાવાના દરને બાદ કરવામાં આવે તો વાસ્તવિક વ્યાજદર મહામારીના પહેલાના સ્તર કરતાં નીચા છે અને સરપ્લસ લિક્વિડિટી વધુ છે. આરબીઆઈએ મહામારીને લગતા સહાયક પગલાં લઇને બેંકિંગ સિસ્ટમમાં તરલતા સરપ્લસને લગભગ 9-10 ટ્રિલિયન રૂપિયાથી ઘટાડીને 2 ટ્રિલિયન રૂપિયા ($24.19 બિલિયન)ની નીચે લાવી દીધી છે.

ભારતનો ફુગાવાનો દર ડિસેમ્બર 2022માં ઘટીને 5.72 ટકા થયો હતો, જે અગાઉના મહિને 5.88 ટકા હતો. રિઝર્વ બેન્કને ફુગાવાને 2થી 6 ટકાની રેન્જમાં રાખવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે. જોકે ફૂડ અને ફ્યુઅલનો ફુગાવો હજુ પણ 6.1 ટકા જેટલો ઊંચો છે. 2023ના નાણાકીય વર્ષમાં ભારતમાં ફુગાવો 6.5 ટકા રહેવાનો અંદાજ છે.

LEAVE A REPLY