ભારતમાં કોરોનાના કેર વચ્ચે બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડને દિલ્હીમાં 300 ઓક્સિન સિલિન્ડરની મદદ કરી હતી. રવિનાએ લોકોને મદદ કરવા માટે એક ટીમ બનાવી છે.
ભારતમાં કોરોના સંકટમાં ઘણા બોલિવૂડ સ્ટાર્સ લોકોની મદદ માટે સામે આવી રહ્યા છે. સોનૂ સુદ, પ્રિયંકા ચોપરા, ટ્વિન્કલ ખન્ના, ભૂમિ પેડનેકર વગેરે જેવા અનેક કલાકારો શક્ય હોય તેટલી લોકોની મદદ કરી રહ્યા છે. આ યાદીમાં હવે રવિના ટંડનનું નામ પણ ઉમેરાયું છે.
રવિનાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર દરરોજ ઘણાં બધા મેસેજ આવે છે અને રવિના તેમને જવાબ પણ આપે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેણે મહત્તમ લોકો સુધી મદદ પહોંચી શકે તે માટે એક ટીમ તૈયાર કરી છે. રવિના કહે છે કે, જે થઈ રહ્યું છે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. વિનાશની પરિસ્થિતિ લાગી રહી છે. લોકોને હોસ્પિટલોમાં લૂંટવામાં આવી રહ્યા છે. મોંઘી દવા અને ઈન્જેક્શન માટે તેમણે ઘણાં પૈસા ચુકવવા પડી રહ્યા છે. લોકોની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે.