વન–ડે વર્લ્ડ કપના આરંભના થોડા દિવસ પહેલા જ ગયા સપ્તાહે ભારતની અંતિમ 15 ખેલાડીઓની ટીમ જાહેર થઈ હતી. ટીમમાં પીઢ સ્પિનર રવિચન્દ્રન અશ્વિન તથા મિડલ ઓર્ડર બેટર સૂર્યકુમાર યાદવનો સમાવેશ કરાયો હતો.
ઈજાગ્રસ્ત અક્ષર પટેલ હજુ ફીટ નહીં થયો હોવાથી અશ્વિનને તક મળી છે. વર્લ્ડ કપ અગાઉ જે પ્રોવિઝનલ ટીમ જાહેર થઈ હતી તેમાં અશ્વિનનો સમાવેશ નહોતો, મેનેજમેન્ટે બેટિંગ ડેપ્થના કારણસર અક્ષર પટેલને લીધો હતો.
સૂર્યકુમાર યાદવે પણ ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં વિસ્ફોટક બેટિંગ કરી ફોર્મ દર્શાવ્યું હતું.
ભારતની ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડયા (વાઇસ કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કે.એલ. રાહુલ (વિકેટ કિપર), ઇશાન કિશન (વિકેટ કિપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, રવીચન્દ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને મોહમ્મદ શમી.