લંડનના ઇલ્ફર્ડ સ્થિત ફાર્માસિસ્ટ અને આયુર્વેદિક સલાહકાર રવિ ભનોટને કોવિડ-19 રિસ્પોન્સ દરમિયાન વેલબીઇંગ અને કમ્યુનિટિ સેવાઓ માટે એમબીઈ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
રવિ ભનોટની માતાની ગંભીર ગર્ભાવસ્થા દરમિયાન કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા રક્તદાન કરવાથી માતા અને બાળકનું જીવન બચી ગયું હતું. તે ઋણ ચૂકવવા રવિ વધુ બ્લેક એશિયન અને લઘુમતી સમુદાયના લોકોને લંડન અને એસેક્સમાં રક્ત અને અંગદાનમાં ભાગ લેવા માટે અભિયાન ચલાવી રહ્યા છે.
ચિગવેલ, એસેક્સ આધારિત રવિના નેતૃત્વ અને પ્રતિબદ્ધતાના કારણે BAME બેકગ્રાઉન્ડના 480 પુખ્ત વયના લોકોએ 2019માં રક્તદાન કર્યું હતું. તે અગાઉના 3 વર્ષમાં લોહી આપનારા લોકોની સંખ્યા લગભગ 950 જેટલી હતી. રવીના પ્રયત્નોને પગલે મૃત્યુ પછી અંગદાન આપનારા BAME સમુદાયના લોકોની સંખ્યા સૌથી વધુ રહી છે.
રવિ ભનોતે BAME સમુદાયના લોકોના હૃદયરોગના હુમલાના કારણે અકાળ મૃત્યુ થતાં રોકવા માટે પ્રથમ રાષ્ટ્રીય મફત કોરોનરી પલ્મોનરી રિઝુઝેશન (સીપીઆર) તાલીમ ચેરિટી – મેક ઇટ બીટની સ્થાપના કરી છે. જે વિવિધ ભાષાઓમાં CPRની તાલીમ આપે છે.
રવિએ કહ્યું હતું કે, “આપણે જે કરી રહ્યા છીએ તેનાથી સમાજમાં ફરક આવે છે અને લોકોના જીવન પર તે અસર કરી રહ્યો છે.’’