(ANI Photo)

ઉદ્યોગપતિ રતન ટાટાએ તેમના અધિકૃત એક્સ (ટ્વીટર) હેન્ડલ પર એક નિવેદન જારી કર્યું હતું  અને અફઘાન ક્રિકેટર રશિદ ખાનને રૂ.10 કરોડનું ઇનામ આપવાની અટકળોને રદિયો આપ્યો હતો.

અગાઉ કેટલાક નાના ન્યૂઝ પોર્ટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે દાવો કર્યો હતો કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતીય ધ્વજ ફરકાવવા બદલ રશિદ ખાનને આ ઇનામની જાહેરાત કરી છે. તાજેતરમાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં અફઘાનિસ્તાન જીતી ગયું હતું. સોશિયલ મીડિયા પર એવા મેસેજ સર્ક્યુલેટ થયા છે કે આ મેચ વખતે રશીદ ખાને ભારતીય ઝંડો લહેરાવ્યો હોવાથી આઈસીસીએ તેને સજા કરી છે અને પેનલ્ટી ભરવા કહ્યું છે. તેથી ટાટા સન્સના રતન ટાટાએ રશીદ ખાનને 10 કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું છે.

જોકે રતન ટાટાએ કરી હતી કે વોટ્સએપ પર ફરતા આવા મેસેજમાં કોઈ સચ્ચાઈ નથી. તેમને ક્રિકેટ સાથે કોઈ કનેક્શન નથી અને લોકોએ વોટ્સએપ ફોરવર્ડના મેસેજને સાચા માની લેવા ન જોઈએ. તેમણે કહ્યું કે “મેં આઈસીસીને કે કોઈ ક્રિકેટ ફેકલ્ટીને ઈનામ આપવાની જાહેરાત કરી નથી. મારા સત્તાવાર પ્લેટફોર્મ પરથી જે માહિતી આવે તેનો જ ભરોસો કરવો. બાકીની કોઈ વાતને ખરી માનવી નહીં.”

 

LEAVE A REPLY