ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટાએ વધુ એક કંપનીમાં હિસ્સાની ખરીદી કરી છે. આ વખતે તેમણે મીડિયા કંપની પ્રીતીશ નંદી કમ્યુનિકેશન્સમાં હિસ્સો ખરીદ્યો છે.
કંપનીએ શેરબજારને આપેલી નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે રતન ટાટાએ ગયા સપ્તાહે ખુલ્લા બજારમાંથી ખરીદી મારફતે પ્રીતીશ નંદી કમ્યુનિકેશનમાં હિસ્સો ખરીદ્યો છે. આ તેમનું વ્યક્તિગત રોકાણ છે. ઉલ્લેખનિય છે કે રતન ટાટાએ ઘણા સ્ટાર્ટઅપ્સ અને ટેકનોલોજી કંપનીઓમાં મૂડીરોકાણ કર્યુ છે.
પ્રીતીશ નંદી કમ્યુનિકેશન્સની સ્થાપના સપ્ટેમ્બર 1993માં થઇ હતી. પ્રીતીશ નંદી કમ્યુનિકેશન્સ કંપનીની ટીવી કન્ટેન્ટ બુક તરીકે શરૂઆત થઇ હતી અને આ દરમિયાન તેણે ઘણા ન્યૂઝ અને એન્ટરટઇન્મેન્ટ શો પણ બનાવ્યા છે. કંપનીના શેરધારકોની યાદીમાં જ્યોર્જ સોરોસ, ઓપનહેમર, એલાયન્સ અને લોઇડ જ્યોર્જ જેવા ગ્લોબલ ફંડ્સ સામેલ છે. તેનું વેલ્યૂએશન રૂ. 265.3 કરોડ રૂપિયા છે.