ભારતના જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટા હંમેશા તેમની સાદગી માટે જાણીતા છે અને આ જ કારણ છે કે, દેશના કરોડો લોકો બીજા કોઈ ઉદ્યોગપતિ કરતાં રતન ટાટાની સૌથી વધારે ઈજ્જત કરે છે. અવારનવાર રતન ટાટાની સાદગીના કિસ્સાઓ સામે આવતાં રહે છે.
થોડા દિવસો પહેલાં જ રતન ટાટાએ દેશની સૌથી સસ્તી કાર નેનો વિશે ઈમોશનલ પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. હવે રતન ટાટા નેનો કારમાં સવાર થઈને મુંબઈની તાજ હોટેલમાં પહોંચ્યા હતા. આ સમયે તેની સાથે કોઈ બોડીગાર્ડ પણ ન હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો હતો અને રતન ટાટાની આ સાદગી જોઈ લોકો ખુબ જ પ્રભાવિત થયા હતા.
રતન ટાટા રેન્જ રોવર, જગુઆર જેવી લક્ઝરી બ્રાન્ડના પણ માલિક છે, તેમ છતાં મોંઘીદાટ કારના બદલે સામાન્ય લોકોની કારમાં એક સામાન્ય માણસની જેમ આ રીતે હોટેલમાં પહોંચવું લોકોનાં દિલને સ્પર્શી ગયું હતું.