લેસ્ટરના બેલગ્રેવ વિસ્તારમાં રસ્તાઓ પરથી પસાર થતા બે બાળકો અને બે પુખ્ત વયની વ્યક્તિની કોઇ જ કારણ વગર હત્યા કરવાના પ્રયાસમાં દોષીત ઠેરવવામાં આવેલા એવિલ કાર્લોસ રસીતલાલે સ્ટ્રેન્જવેઝ જેલમાં અધિકારી પર હુમલો કરતા તેને કોર્ટમાં હાજર કરાયો હતો.
માન્ચેસ્ટર ઇવનીંગ ન્યૂઝના અહેવાલો અનુસાર, તેણે હવે મહિલા જેલ અધિકારી પર નિર્દયી હુમલો કર્યો હોવાનું સ્વીકાર્યું છે. કોર્ટમાં જણાવાયું હતું કે કાર્લોસે હુમલો એટલા માટે કર્યો હતો કેમ કે તે ગાર્ડ સૌથી નાની અને રક્ષણ ન કરી શકે તેવો શિકાર હતી. ગયા વર્ષે 22 જૂનના અચાનક જ તેણે હુમલો કર્યો હતો. સદનસીબે બીજા ગાર્ડ દોડી આવતા મહિલા અધિકારી બચી ગયા હતા.
રસીતલાલે સ્વીકાર્યું હતું કે તેને એંગર ઇસ્યુ છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં કરાયેલા હુમલાઓ માટે નવેમ્બરમાં તેને 21 વર્ષ અને 259 દિવસની જેલની સજા કરવામાં આવી હતી.