હડર્સફિલ્ડની કિશોરવયની છોકરી સાથે જાતીય દુર્વ્યવહાર કરવા બદલ રાશિદ ઇકબાલને 12 વર્ષની જેલ થઈ છે. હડર્સફિલ્ડમાં ઐતિહાસિક બાળ જાતીય શોષણની મુખ્ય તપાસના ભાગરૂપે તેને દોષિત ઠેરવવામાં આવ્યો છે.
લીડ્ઝ ક્રાઉન કોર્ટને જણાવવામાં આવ્યું કે હડર્સફિલ્ડના ડ્રાયક્લો રોડ પર રહેતા 46 વર્ષીય રાશિદ ઈકબાલે 2003થી 2005 દરમિયાન તેની પીડિતા સાથે દુર્વ્યવહાર કર્યો. તે સમયે બાળાની વય 13થી 15 વર્ષની હતી. વેસ્ટ યોર્કશાયર પોલીસના ડેટેક્ચટીવ ચિફ ઇન્સપેક્ટર ઇયાન થોર્ન્સે જણાવ્યું હતું કે ‘’ઇકબાલે બાળાની નબળાઈનો સૌથી ખરાબ રીતે લાભ લીધો હતો.’’
ઇકબાલ ચાર દિવસની ટ્રાયલ બાદ દોષિત સાબિત થયો હતો. તેને 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકને જાતીય પ્રવૃત્તિમાં સામેલ કરવા અથવા ઉશ્કેરવાના બે ગુનાઓ અને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળક સાથે અભદ્રતા દાખવવાના બે ગુના માટે જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.