રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટી (RAS)ના ડાઇવર્સિફિકેશન ઓફિસર એની ઓ’બ્રાયન તથા એજ્યુકેશન, આઉટરીચ એન્ડ ડાઇવર્સિટી ઓફિસર ડો. શીલા કાનાણીને આઉટરીચ પ્રોગ્રામમાં અસાધારણ યોગદાન બદલ સર આર્થર ક્લાર્ક એવોર્ડ (આર્થર્સ) એવોર્ડ એનાયત કરાશે.
ડો. કાનાણીને એજ્યુકેશન એન્ડ આઉટરીચ માટે સ્પેસ એચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. કોરોના વાઈરસના રોગચાળા પહેલા અને તે દરમિયાન પણ અવકાશ અને ખગોળશાસ્ત્રમાં સતત આઉટરીચ કામગીરી બદલ ડો. કાનાણીને આ એવોર્ડ માટે નોમિનેટ કરાયા હતા.
એની સ્પેસ એચિવમેન્ટ સ્ટુડન્ટ એવોર્ડ વિજેતા છે. નેશનલ એક્સોમાર્સ આઉટરીચ પ્રોગ્રામ ‘રોવિંગ વીથ રોસાલિન્ડ’ના સહ-નિર્માણ, 2020માં RASના અર્લી કેરિયર નેટવર્કની સ્થાપના અને નેતૃત્વ પૂરું પાડવા માટે એનીને નોમિનેટ કરાઈ હતી. તેમને 2018માં એક્સપ્લોરેશન એન્ડ ડેવલપેન્ટ ઓફ સ્પેસ માટે યુકેના વિદ્યાર્થીઓ માટેની ડાઇવર્સિટી ટીમની સ્થાપના અને નેતૃત્વ માટે પણ નોમિનેટ કરાયા હતા.
2008માં યુનિવર્સિટી લેસ્ટરની સ્પેસ સ્કૂલમાં મળ્યા પછી શીલા અને એની સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં તેમના સમગ્ર સમયગાળા દરમિયાન પરસ્પર સંપર્કમાં રહ્યાં છે. એનીને સ્પેસ સમર સ્કૂલ માટે સ્કોલરશીપ મળી હતી, તેના ગ્રુપ મેન્ટર શીલા હતા. આ બંને વચ્ચે તુરંત મનમેળ જામી ગયો હતો અને તે પછીથી આ સંપર્ક ચાલુ રહ્યો છે. એની રોયલ એસ્ટ્રોનોમિકલ સોસાયટીના ડાઇવર્સિટી ઓફિસરની ભૂમિકામાં છે, શીલા હાલમાં મેટરનિટી લીવ પર છે.
RASના પ્રેસિડન્ટ પ્રોફેસર ઇમ્મા બન્સ જણાવે છે કે “સર આર્થર ક્લાર્ક એવોર્ડસ માટે અમારી ટીમના સભ્યો શીલા અને એનીને ખૂબ ખૂબ અભિનંદન. અમારી પોતાની ટીમનું સ્પેસ ઇન્ડસ્ટ્રીમાં બહુમાન થાય તેનો ઘણો આનંદ થયો છે.”