Indian American convicted in Lumentum insider trading case
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કપડવંજ સેશન્સ કોર્ટે બુધવારે કપડવંજના નિરમાલી ગામની સીમમાં મહિલા પર થયેલા ગેંગરેપ અને હત્યાના કેસમાં ત્રણ દોષિતોને ફાંસીને સજા ફટકારી છે. કોર્ટે આરોપી ગોપી ઉર્ફે ભલા દેવીપૂજક, બાબા ઉર્ફે કુંકુડીયો રમેશભાઈ વાદી અને જયંતિ બબાભાઈ વાદીને ફાંસીની સજા ફટકારી છે.

2018માં પરિણિત મહિલા સાથે ત્રણ શખસોએ ગેંગરેપ ગુજાર્યો હતો. ગેંગરેપ ગુજાર્યા બાદ આરોપીએ મહિલાની હત્યા કરી નાખી હતી. બનાવની વિગત એવી છે કે, 28 ઓક્ટોબર 2018ના રોજ કપડવંજના નિરમાલી ગામની સીમામાં એક સામૂહિક બળાત્કાર અને હત્યાની ઘટના બની હતી. ત્રણ નરાધમોએ કપડવંજ તાલુકાના મોટી ઝરે પાસે મહિલાનું અપહરણ કર્યું હતું. બાદમાં નિરમાલી ગામની સીમમાં સામુહિક રેપ આચર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. નગ્ન હાલતામાં મહિલાની લાશ ખેતરમાંથી મળી આવી હતી. આરોપીએ ઘટનાના પુરાવાનો નાશ પણ કર્યો હતો.