સ ઉજવ્યો હતો. આ ખાસ પ્રસંગે તેણે પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી છે, તેનું નામ Mrs Chatterjee Vs Norway છે. આ ફિલ્મનું દિગ્દર્શન આશિમા છિબ્બર કરશે અને શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થશે.
આ અંગે ફિલ્મ સમીક્ષક તરણ આદર્શે ટ્વિટર પર જણાવ્યું હતું કે, રાની મુખર્જીની નવી ફિલ્મ- Mrs Chatterjee Vs Norway, ડાયરેક્ટર આશિમા છિબ્બર, ઝી સ્ટૂડિયો અને મનીષા અડવાણી, મધુ ભોજવાની, નિખિલ અડવાણી મળીને નિર્માણ કરશે.
સામાન્ય રીતે સોશિયલ મીડિયાથી દૂર રહેતી રાની મુખર્જીએ તેના જન્મ દિને યશરાજ ફિલ્મ્સના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પ્રશંસકો સાથે વાત કરી હતી. તેણે કહ્યું હતું કે, હું સોશિયલ મીડિયામાં નથી અને હું મારા પ્રશંસકો સાથે સમય વિતાવવા ઇચ્છું છું. કારણ કે, તેઓ વર્ષોથી મારા માટે સપોર્ટ સીસ્ટમ જેવા છે.
રાનીએ કહ્યું કે, તેને હંમેશા તેના ચાહકોથી પ્રેમ અને પ્રેરણા મળી છે. હું પરિવાર સાથે જન્મદિન ઉજવતાં પહેલાં ચાહકો સાથે જોડાવવા માટે ઉત્સુક છું. તેમના પ્રેમ અને સમર્થને મને પ્રેરિત કરી અને મારી તમામ ફિલ્મને પસંદ કરી. તેથી આ ચર્ચા, મારા દ્વારા તેમનો આભાર માનવાની પદ્ધતિ છે.
![](https://www.garavigujarat.biz/wp-content/uploads/2024/06/eee.jpg)