ANI_20240103102

રણધીર જયસ્વાલે બુધવારે ભારતના વિદેશ મંત્રાલયના સત્તાવાર પ્રવક્તાનો કાર્યભાર સંભાળ્યો હતો. હાલના પ્રવકતા અરિંદમ બાગચીએ તેમને હવાલો સોંપ્યો હતો.

ઓક્ટોબરની શરૂઆતમાં અરિંદમ બાગચીની જીનીવામાં સંયુક્ત રાષ્ટ્ર અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં ભારતના આગામી કાયમી પ્રતિનિધિ નિયુક્તિ થઈ હતી. બાગચીએ માર્ચ 2021માં પ્રવક્તા તરીકેનો કાર્યભાર સંભાળ્યો. તેમના કાર્યકાળ દરમિયાન કોરોના મહામારી, પૂર્વ લદ્દાખમાં ચીન સાથે વિવાદ, જી-20 સમીટ સહિતના મહત્ત્વની ઘટનાઓ બની હતી.

વિદેશ મંત્રાલયના નવા પ્રવક્તા રણધીર જયસ્વાલે અગાઉ જુલાઈ 2020માં ન્યૂયોર્કમાં કોન્સ્યુલ જનરલ તરીકે સેવા આપી હતી અને ડાયસ્પોરાએ COVID-19 દરમિયાન ભારતીય અમેરિકનોને સ્વદેશ પરત લાવવામાં સક્રિય ભૂમિકા બદલ તેમની ભરપૂર પ્રશંસા કરી હતી. જયસ્વાલે પોર્ટુગલ, ક્યુબા, દક્ષિણ આફ્રિકા અને ન્યુયોર્કમાં યુએનમાં ભારતના કાયમી મિશનમાં સેવા આપી છે.

LEAVE A REPLY