બોલીવૂડનું નવદંપત્તી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તેમની નવી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ સુપરડુપર હિટ જતાં ખૂબ જ ખુશ છે. આ ફિલ્મ પોતાની સિનેમેટોગ્રાફી અને અન્ય વિવાદોને કારણે વધુમાં ચર્ચામાં રહી છે. ફિલ્મની સફળતા પછી ડાયરેક્ટર અયાન મુખરજી અને અભિનેકા રણબીર કપૂરે શુક્રવારે વેરાવળ ખાતેના પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શન કરવા ગયા હતા. જોકે, આલિયા ભટ્ટ તેની ગર્ભાવસ્થાને કારણે ત્યાં ગઇ નહોતી તેવું કહેવાય છે. આ સિવાય આલિયા, રણબીર અને અયાને અમદાવાદમાં ફિલ્મનું પ્રમોશન કર્યું હતું. ‘બ્રહ્માસ્ત્ર’ ફિલ્મે રિલીઝ થયાના પ્રથમ અઠવાડિયામાં જ રૂ. 100 કરોડથી વધુની કમાણી કરી હતી. આ માટે ફિલ્મકારોએ ભગવાન સોમનાથનો આભાર માન્યો હતો અને પૂજા કરી હતી.

LEAVE A REPLY