રાણા બેગમ આરએ દ્વારા પિત્ઝેંગર મેનોર અને ગેલેરી, મેટૉક લેન, લંડન W5 5EQ ખાતે ડિજિટલ કલા અને પ્રકૃતિને સુંદર રીતે ઓપ આપતું જાપાનીઝ પ્રદર્શનનું આયોજન 11 સપ્ટેમ્બર સુધી કરવામાં આવ્યું છે. શિલ્પ, પેઇન્ટિંગ અને ઇન્સ્ટોલેશનની અંદર પ્રકાશ, રંગ અને સ્વરૂપની સમજનું તેમાં અન્વેષણ કરાયું છે.
તેમાં મુલાકાતીઓને વિખરાયેલા પ્રકાશના નવા બનાવેલા, ઇથરિયલ ક્લાઉડ ઇન્સ્ટોલેશન, ગેલેરી ડેપલ્ડ લાઇટની અંદર નાટ્યાત્મક રીતે સસ્પેન્ડ કરેલા રંગના પડદા કે જે શિલ્પ, આર્કિટેક્ચર, ડિઝાઇન અને પેઇન્ટિંગ વચ્ચેની સીમાઓને અસ્પષ્ટ કરે છે તેનો લાભ મળશે.
આ વર્ષના રોયલ એકેડેમી સમર એક્ઝિબિશનમાં આર્કિટેક્ચર રૂમના કો-ક્યુરેટર રાણા બેગમ દ્વારા લંડનની જાહેર ગેલેરીમાં યોજાયેલો આ પહેલો સોલો શો છે. ડૅપલ્ડ લાઇટ પિત્ઝેંગર ખાતે સર જ્હોન સોનેના સાથ આપશે.
રાણા બેગમ મૂળ બાંગ્લાદેશી મૂળના કલાકાર છે અને તેઓ લંડનમાં રહે છે અને કામ કરે છે. આ પ્રદર્શન મીડ ગેલેરી, વોરીક આર્ટસ સેન્ટર સાથેની ભાગીદારીમાં છે.