કોરોનોવાયરસને કારણે સમગ્ર વિશ્વના લોકો ચિંતીત છે અને લોકો ઘરની બહાર નીકળી શકતા નથી ત્યારે પ.પૂ. રામબાપાના ભક્તો અને અનુયાયીઓએ પોતાના ઘરે રહીને ગુરૂ પૂર્ણિમા પ્રસંગે ગુરૂ વંદના કરી તેમના દિર્ઘાયુ માટે પ્રાર્થના કરી હતી.
દુબઇ, અમેરિકા, ભારત, ઑસ્ટ્રેલિયા અને યુકે સહિત દેશ વિદેશમાં વસતા લોકોએ ઝૂમ, ગુગલ ડ્યુઓ, ફેસબુક અને અન્ય માધ્યમ દ્વારા પૂજ્ય રામબાપાની ગુરૂ પૂર્ણિમા પ્રસંગે ગુરૂ વંદના કરી હતી. ભક્તોએ ધમધુમપૂર્વક પોત-પોતાની રીતે પૂ. બાપાને પ્રિય એવા રામ ધૂન, હનુમાન ચાલીસા અને પ્રાર્થનાઓ કરી પ્રસાદ તેમજ ભોગ ધરાવી પ્રેમનો સંદેશો વહાવ્યો હતો અને ગુરૂ પૂર્ણિમા પર્વની ભક્તિભાવભેર ઉજવણી કરી હતી.
પૂ. રામબાપાએ ગુરૂપૂર્ણીમા પર્વ પ્રસંગે ભક્તોને આશીર્વાદ પાઠવતાં જણાવ્યું હતું કે ‘’આપણે સૌ ત્યારે કોવિડ-18 રોગચાળાના કારણે ભારે તકલીફ અનુભવી રહ્યા છીએ અને ઘણા પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. આ કપરી પરિસ્થિતીમાં હનુમાન દાદા આપ સૌને સાજા તાજા રાખે એવી પ્રાર્થના. આપ સૌની કાળજી હનુમાનજી લેશે અને બધું સારૂ થઇ જશે.’’