લંડનના મેયરની સાથે મળીને, #રમાદાન એટ હોમ અભિયાન અંતર્ગત બ્રિટીશ મુસ્લિમોને આ વર્ષે રમઝાનની ઉજવણી કરતી વખતે સરકારના માર્ગદર્શિકાનું પાલન કરવા માટે પ્રોત્સાહિત કરતો વિડીયો બનાવવામાં આવ્યો છે. જેના મુખ્ય સંદેશાઓ છે કે તમે ઘરે જ રહો, ઘરેથી પ્રાર્થના કરો અને રોઝાને ખોલો. આપણા એન.એચ.એસ. ની સુરક્ષા કરવા અને જીવન બચાવવા માટે ઘરે જ ઇફ્તાર વહેંચો.’’
આ વીડિયોમાં એવોર્ડ વિજેતા અભિનેતા, ગાયક અને ગીતકાર રિજ અહેમદ, ટીવી પ્રસ્તુતકર્તા મેહરીન બેગ, પત્રકાર મેહદી હસન, બીબીસી ન્યૂઝ રીડર અસદ અહમદ, થાઇ બૉક્સર નેસરીન ડેલી, લંડનના મેયર સાદિક ખાન, અભિનેતા અને સ્ક્રીન રાઇટર ઇસ્લાહ અબ્દુર-રહેમાન, યુટ્યુબ એમ્બેસેડર હમઝા અરશદ, સંગીત નિર્માતા અને ગીતકાર નોટી બોયઝ, કોમેડિયન તેજ ઇલ્યાસ, ઇમામ હેથમ તમિમ, જી.પી. ડો.નવિદ અહેમદ, ટીવી પ્રસ્તુતકર્તા કોની હક, જર્નાલિસ્ટ મરિયમ ફ્રેન્કોઇસ, કવિયેત્રી તાન્યા મુનીરા વિલિયમ્સ, કવિ મોહમ્મદ મોહમ્મદ, મોડેલ મરિઆ ઇદ્રીસી, સાંસદ નાઝ શાહ, પીઅર બેરોનેસ સઇદા વારસી, ટીવી શેફ અસ્મા ખાન, ડૉ. અસ્મા હુસેન, ઇમામ રકીન ફેતુગા, ફિન્સબરી પાર્કના ઇમામ ઇમામ મોહમ્મદ મહમૂદ, કવિ, ગીત અને સ્ક્રીન રાઇટર હુસેન માનવર અને એનએચએસ, લંડન મેટ પોલીસ અને લંડન એમ્બ્યુલન્સ સર્વિસના ઘણા ફ્રન્ટ લાઇન સ્ટાફ શામેલ થયા છે.
