દુબઈમાં ચાલુ થયેલા એક્સપો 2020માં ભારતે સૌથી મોટા પૈકીનું એક પેવેલિયન બનાવ્યું હતું. આ પેવેલિયનમાં અયોધ્યામાં નિર્માણાધીન રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ રજૂ કરવામાં આવી હતી અને તેને લોકોમાં ભારે આકર્ષણ જણાવ્યું હતું. અયોધ્યામાં ગયા વર્ષે નિર્માણ ચાલુ થયું છે તે રામમંદિરને વિદેશમાં હેરિટેજ તરીકે રજૂ કરવામાં આવ્યું હોય તેવો આ કદાચ પ્રથમ કિસ્સો છે.
દુબઈ ખાતેના એક્સપોમાં ઇન્ડિયન પેવેલિયનમાં ભારતના વિવિધ રાજ્યો અને કંપનીઓની ઝાંખી છે અને પેવેલિયનના અંતિમ ભાગમાં ભારતના સૌથી વધુ પ્રખ્યાત ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોના પેનોરેમિક સેગમેન્ટની ઝાંખી છે. તેમાં રેડ ફોર્ટ, ગ્વાલિયરનો કિલ્લો, સ્ટેચ્યૂ ઓફ યુનિટી, વારાણસી ઘાટ, તાંજોરનું મંદિર, સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર સહિતના ભારતની મુલાકાત દરમિયાન જોવાની અપેક્ષા હોય તેવા બીજા હેરિટેજ સ્થળો અને ભવ્ય ઇમારતોનો સમાવેશ થાય છે.
ગુજરાત પેવેલિયનમાંમ સરદાર પટેલની પ્રતિમાં
દુબઈ એક્સપોમાં ગુજરાતનું પેવેલિયન પણ ઊભું કરાયું છે. વાઇબ્રન્ટ ગુજરાત યોજાય તેવા પહેલા આ એક્સપોમાં ગુજરાતમાં વૈશ્વિક રોકાણકારો રોકાણ કરે તે માટે આમંત્રણ અપાયું છે. સરદાર પટેલની પ્રતિમાં સહિત સોમનાથ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિએ પેવેલિયનની શોભામાં વધારો કર્યો હતો અને લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. દુબઈમાં રહેતાં ગુજરાતીઓ માટે ફૂડ ફેસ્ટિવે ધ્યાન આકર્ષિત કર્યું હતું. મુલાકાતીઓએ ગુજરાતની વ્યંજનનો સ્વાદ માણ્યો હતો.