શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ બિન-નિવાસી ભારતીયો (એનઆરઆઈ)ને 26 જાન્યુઆરી, 2024 પછી અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન માટે આમંત્રણ આપશે.
રામ મંદિરનું ભવ્ય ઉદઘાટન 21 થી 24 જાન્યુઆરી થશે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ હશે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે પત્રકારોને જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં NRIs ટ્રસ્ટના સંપર્કમાં છે અને તેઓ ભગવાન રામને વંદન કરવા અયોધ્યા આવવા માંગે છે. અમે તેમને 26 જાન્યુઆરી (2024) પછી આમંત્રિત કરવાનું નક્કી કર્યું છે. કોઇ એક દેશના એનઆરઆઈ માટે તેમની અયોધ્યા મુલાકાત માટે ચોક્કસ તારીખો નક્કી કરવામાં આવશે. જોકે ટ્રસ્ટ તારીખો નક્કી કરશે નહીં. અમે NRIs પર તેમની મુલાકાતની તારીખો નક્કી કરવાનું છોડી દીધું છે. યુએસના NRIs ચોક્કસ તારીખે અને યુકેના એનઆરઆઇ બીજી કોઇ તારીખે મુલાકાત લેશે