ભારત સરકારની મંજૂરી પછી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે હવે વિદેશોમાંથી દાન મળવાનો પ્રારંભ થઇ ગયો છે. અમેરિકાથી એક શ્રદ્ધાળુએ મંદિર ટ્રસ્ટને દાન પેટે રૂ. 11 હજાર મોકલ્યા છે. 22 જાન્યુઆરીએ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે જાહેરાત કરી કે રામ લલ્લા તેમના ભવ્ય મહેલમાં બિરાજશે, અમેરિકાના રામ ભક્તોએ દાન મોકલ્યું હતું. ગૃહ મંત્રાલય દ્વારા FCRAની મંજૂરી મળ્યા પછી, વિદેશવાસી રામ ભક્તો માટે મંદિર નિર્માણમાં આર્થિક સહકાર આપવાનું સરળ બનું ગયું છે. વિદેશથી શ્રદ્ધાળુઓ દિલ્હીમાં તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ખોલવામાં આવેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ખાતામાં દાન કરી શકે છે.

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટનો એકાઉન્ટ નંબર 42162875158, IFSC કોડ-SBINOOO691 છે. આવતા વર્ષે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યામાં રામ મંદિરનું લોકાર્પણ કરે તેવી પ્રબળ સંભાવના છે. આ લોકાર્પણ સમારંભમાં સંઘના વડા મોહન ભાગવત આ ઉપરાંત દેશ સેવામાં જીવ ગુમાવનાર શહીદ સૈનિકોના પરિવારજનો, લેખકો, કવિઓ, સાહિત્યકારો, ફિલ્મ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરીએ જણાવ્યું હતું કે ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સમાજના દરેક વર્ગના પ્રતિષ્ઠિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

LEAVE A REPLY