શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે બે ક્વિન્ટલ જેટલી ચાંદી એકઠી થઇ જતાં ટ્રસ્ટે દાતાઓને એવી અપીલ કરવી પડી હતી કે હવે ચાંદીનું દાન ન આપો. ચાંદીને બદલે રોકડ રકમનું દાન કરો જે મંદિર નિર્માણના ખર્ચમાં વાપરી શકાય.
રામમંદિર માટે અત્યાર સુધી એક અબજ રૂપિયાનું દાન મળ્યું છે. જો કે મંદિરની નવી બદલાયેલી ડિઝાઇન પ્રમાણે મંદિર બનાવવામાં વધુ ખર્ચ થઇ શકે એમ છે. એટલે ટ્રસ્ટે દાતાઓને એવી વિનંતી કરી હતી કે શક્ય હોય ત્યાં રોકડ રકમ દાન કરવાનું રાખજો. ટ્રસ્ટે એવી આશા વ્યક્ત કરી હતી કે નવરાત્રિ દરમિયાન વધુ દાન આવશે.દેશ અને વિદેશના રામભક્તોએ પણ મૂલ્યવાન ધાતુનું દાન કર્યું છે. રામ મંદિરના બાંધકામની પુરજોશ શરૂઆત થઇ ચૂકી છે. અત્યંત આધુનિક મશીનની સહાયથી ઝડપથી કામ ચાલી રહ્યું છે.