ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે બુધવાર, 1 જૂને અયોધ્યા ખાતેના રામમંદિરના ગર્ભગૃહની આધારશિલા મૂકી હતી. 5 ઓગસ્ટ 2020ના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ મોદીએ ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું હતું અને તેના લગભગ બે વર્ષ પછી યોગીએ ગર્ભગૃહના નિર્માણ માટે પહેલો પત્થર મૂકવામાં આવ્યો છે. ડિસેમ્બર 2023 સુધી રામલલા ગર્ભગૃહમાં બિરાજમાન થઈ જશે. પત્થરોની પસંદગીથી લઈને કોતરણી કામ સુધી મંદિરને દિવ્ય સ્વરૂપ આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. 500 વર્ષોના સંઘર્ષ પછી તૈયાર થઈ રહેલું ભવ્ય મંદિર આગામી 200-500 નહીં પરંતુ હજારો વર્ષો સુધી ભક્તો માટે નવી ઉર્જાનો સ્ત્રોત બનશે.
ગર્ભગૃહના પશ્ચિમ ખૂણા પર પરિક્રમા માર્ગના 9 સ્થાનો પર 22 કોતરણીવાળી શિલાઓ સ્થાપિત કરવામાં આવી છે. આ શિલાઓનું એટલું બધું વજન છે કે તેને ક્રેનની મદદથી ઉપાડીને સ્થાપિત કરવામાં આવી રહી છે. પૂજાના ત્રણ દિવસ પહેલા તેને સ્થાપિત કરવામાં આવી હતી. આ શિલાઓ હવે નિશ્ચિત કરેલી જગ્યાઓ પર રહેશે, બાકી શિલાઓને તેના ઉપર મૂકવામાં આવશે. વેદ મંત્રો સાથે જળ સમર્પણ, પુષ્પાર્ચન, અક્ષત અર્ચન વગેરે સમર્પિત કરીને શિલાઓનું પૂજન કરવામાં આવ્યું હતું. ગર્ભગૃહનો આકાર 20 ફૂટ પહોળો અને 20 ફૂટ લાંબો હશે.