(ANI Photo)

બોલિવૂડ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને તેના ફિલ્મ નિર્માતા બોયફ્રેન્ડ જેકી ભગનાની માટે નવા વર્ષની શુભ શરૂઆત થઈ રહી છે અને આ કપલ તેમના સંબંધોને નવા સ્તર પર લઈ જશે. મીડિયા રીપોર્ટ મુજબ રકુલ અને જેકી 22 ફેબ્રુઆરીએ ગોવામાં લગ્ન કરશે.

મીડિયા રીપોર્ટમાં જણાવાયુ મુજબ બંને પોતાના અંગત જીવન સાથે જોડાયેલી દરેક વસ્તુને ખાનગી રાખવા માંગે છે, તેથી તેઓએ લગ્ન સમારોહને પણ ખાનગી રાખ્યો છે. હાલમાં તેઓ લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત થતા પહેલા રજાઓ માણી રહ્યા છે. જેકી હાલમાં બેંગકોકમાં છે અને તેની બેચલર પાર્ટી એન્જોય કરી રહ્યો છે. દરમિયાન, રકુલ થાઈલેન્ડમાં વેકેશન માણી રહી છે.

રકુલ અને જેકી આશરે બે વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. બંને ઘણીવાર એકબીજા સાથે વેકેશન પર જતા હોય છે. રકુલે 2022માં તેના જન્મદિવસ પર એક રોમેન્ટિક ફોટો પોસ્ટ કરીને જેકી સાથેના તેના સંબંધોની પુષ્ટિ કરી હતી. તેને જેકીને તે વર્ષની ‘સૌથી મોટી ભેટ’ ગણાવી હતી.

રકુલે 18 વર્ષની ઉંમરે મોડલિંગ કરવાનું શરૂ કર્યું હતું. તેને 2009માં કન્નડ ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી અને 2014માં આવેલી ફિલ્મ ‘યારિયાં’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. કન્નડ અને હિન્દી ફિલ્મો સિવાય તેને તમિલ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અત્યાર સુધીમાં 41 ફિલ્મો કર્યાં પછી તે કમલ હાસન સાથે ‘ઇન્ડિયન 2’ માં જોવા મળશે.

LEAVE A REPLY