કર્ણાટકના બેંગુલુરુમાં સોમવારે ખેડૂત નેતા રાકેશ ટિકૈતની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી. રાકેશ ટિકૈત પર કેટલાક લોકોએ કથિત હુમલો કર્યો હતો અને ત્યારબાદ બીજા વ્યક્તિએ તેમના પર શાહી ફેંકી હતી. ટિકૈત પર હુમલો કરનારા લોકો સ્થાનિક ખેડૂત નેતા ચંદ્રશેખરના સમર્થક હોવાનું માનવામાં આવે છે. આ પછી રાકેશ ટિકૈતના સમર્થકોએ હુમલો કરનાર અને શાહી ફેંકનાર વ્યક્તિને પકડી લીધો હતો.
મીડિયા સાથે વાતચીત દરમિયાન રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે તેમને ચંદ્રશેખર સાથે કોઈ લેવા દેવા નથી. રાકેશ ટિકૈતે કહ્યું કે, ચંદ્રશેખર ફ્રોડ છે. આ ઘટનાથી રાકેશ ટિકૈતના કાર્યક્રમમાં હાજર સમર્થકો ભડકી ઉઠ્યા હતા. તેમણે શાહી ફેંકનાર વ્યક્તિને પકડી લીધો હતો. આ પછી ચંદ્રશેખરના સમર્થકો અને રાકેશ ટિકૈતના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું.