રાજ્યસભામાં કૃષિ સંબંધિત ખરડા અંગેની ગરમાગરમ ચર્ચા દરમ્યાન ગૃહમાં જોરદાર હોબાળો થયો હતો. વિરોધપક્ષના સભ્યોએ ગૃહના મધ્યમમાં આવીને સૂત્રોચ્ચાર કર્યા હતો અને ઉપ-સભાપતિની પાસે કાગળના ટુકડા ઉછાળ્યા હતા આ વિરોધ વચ્ચે ઉપ-સભાપતિની પાસે હાજર માર્શલોએ તેમને રોકતા થોડો સંઘર્ષ થયો હતો અને ઉપસભાપતિની સામેવાળું માઇક પણ તૂટી ગયું હતું.
પશ્ચિમ બંગાળના ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન સૂત્રોચ્ચાર કરતાં ઉપસભાપતિ સુધી આવી ગયા હતા અને પછી ઉપસભાપતિ પાસેથી બિલ છીનવી લેવાની કોશિષ કરી હતી. ઓ બ્રાયલે રાજ્યસભાના ડેપ્યુટી ચેરમેનના માઇક્રોફોને ખેંચી લીધું હતું. ગ઼હમાં હોબાળો વધતા ઉપસભાપતિએ રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.તૃણમુલ કોંગ્રેસના સાંસદે જણાવ્યું હતું કે સંસદીય લોકશાહી પ્રણાણીને આ ઘાતકી હત્યા છે. સાંસદના આ નિવેદનને પગલે ગૃહમાં હોબાળો ચાલુ થયો હતો.