પ. પૂ. ગોસ્વામી શ્રી રસિકવલ્લભજી મહારાજ શ્રીના સાન્નિધ્યમાં તા. 28-5-2022થી તા. 4-6-2022 દરમિયાન રોજ બપોરે 2-45થી 6-00 દરમિયાન સેન્ટ બાર્નાન્ડેટ્સ સ્કૂલ, ક્લિફ્ટન રોડ, કિંગ્સબરી, HA3 9AS ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કથાનો લાભ મથુરાથી પધારેલા ભાગવતાચાર્ય પૂ. શ્રી રાજુભાઇ શાસ્ત્રીજી કરાવશે.
આ કથામાં નિત્ય પૂજન, વચનામૃત તથા આરતીનો લાભ મળશે. તા. 29ના રોજ પાતાળ મહાપ્રસાદ, તા. 30ના રોજ શ્રી નૃસિંહ જન્મ, તા. 31ના રોજ શ્રી વામન જન્મ અને શ્રી રામ જન્મ, તા. 1 જૂનના રોજ શ્રી કૃષ્ન જન્મ, તા. 2મા રોજ અનન્કૂટ લીલા – પાતાળ મહાપ્રસાદ, તા. 3ના રોજ રૂક્ષ્મણી વિવાહ – પૂર્ણાહૂતિ અને તા. 4 ના રોજ શ્રી યમુનાજી શ્રી ગિરિરાજ ઉત્સવ – પુરૂષોત્તમ યજ્ઞનો લાભ મળશે. કથામાં પધારવા માટે સૌને ભાવભર્યું નિમંત્રણ છે.
સંપર્ક: 0091 94104 44962.
- નેહરૂ સેન્ટર દ્વારા અગ્રણી યોગ સંસ્થાઓના સહયોગથી 6 અઠવાડિયા માટે દર બુધવારે 30 મિનિટના ઓનલાઈન લંચટાઈમ યોગ સત્રનું આયોજન કરાયું છે જેમાં નેહરૂ સેન્ટરના ફેસબુક અને યુ-ટ્યુબ ચેનલ દ્વારા ભાગ લઇ શકાશે.
- પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની ઉજવણી અંતર્ગત બર્મિંગહામ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, 75 પિટમસ્ટન રોડ, બર્મિંગહામ B28 9PP ખાતે પરાયણ પછી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન શનિવાર 14 મે 2022ના રોજ સાંજે 7 થી 9 દરમિયાન કરાયું છે તે પહેલા સાંજે 6 થી 7 સુધી મહાપ્રસાદનો લાભ મળશે. કીર્તન આરાધના – ‘તસ્મૈ શ્રી ગુરવે નમઃ’ કાર્યક્રમ રવિવાર 15 મે 2022ના રોજ સાંજે 6 થી 8 દરમિયાન થશે. મહાપ્રસાદનો લાભ સાંજે 5 થી 6 વાગ્યા સુધી મળશે. વિશ્વ શાંતિ મહાયજ્ઞ – વિશ્વ શાંતિ માટે વિશેષ પ્રાર્થના – શનિવાર 18 જૂન અને રવિવાર 19 જૂન 2022ના રોજ થશે. વધુ માહિતી માટે સંપર્ક બિપીનભાઈ: 07767 884 636 અને હર્ષાબેન: 07588 461 126 તથા neasdentemple.org/psm100