લેસ્ટરમાં છરા વડે જીવલેણ વાર કરી રાજુ મોઢવાડિયા ઉર્ફે કારા મુરૂની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરાયેલ એક વ્યક્તિને જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.
27 ડિસેમ્બરના રોજ એવિંગ્ટન રોડ પર 41 વર્ષીય રાજુ મોઢવાડિયાના મૃત્યુ બાદ સોમવારે 44 વર્ષીય ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. આ અગાઉ બેસેટ સ્ટ્રીટના 32 વર્ષીય શેડોન આર્ચર અને મોરપેથ એવન્યુના 32 વર્ષીય માર્કસ હેનરી પર પહેલાથી જ હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
32, 35 અને 41 વર્ષની વયના ત્રણ માણસો, જેમની હત્યાની શંકાના આધારે અટકાયત કરવામાં આવી હતી, તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે. ગુનેગારને મદદ કરવાની શંકાના આધારે ધરપકડ કરાયેલી 61 વર્ષીય મહિલાને તપાસ હેઠળ છોડી દેવામાં આવી હતી.