રાજસ્થાનમાં જયપુર સહિત કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત 8 જિલ્લામાં હવે રવિવાર 7 વાગ્યાથી બજાર બંધ રહેશે. જયપુર, જોધપુર, બિકાનેર, ઉદેયપુર, એજમેર, કોટા, અલવર અને ભીલવાડામાં રાતે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ પણ રહેશે.
રાજ્યમાં માસ્ક ન પહેરવા બદલ હવે 500 રૂપિયાનો દંડ ફટકારાશે. આ પહેલા 200 રૂપિયા હતો. રાજ્યના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે કેબિનેટની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને ઘણા મહત્વના નિર્ણયો લેવાયા હતો.
આ જિલ્લાઓમાં બસ, ટ્રેન, પ્લેનમાં મુસાફરી સહિત ઈમરજન્સી સર્વિસ ચાલુ રહેશે. શોપિંગ મોલ, બજાર વગેરે સાંજે સાતથી બંધ કરાવી દેવાશે. શાળા-કોલેજ ખોલવાનો નિર્ણય પણ ટાળી દેવાયો છે. લગ્નમાં 100થી વધુ લોકો સામેલ નહીં થઈ શકે. નાઈટ કર્ફ્યૂ વાળા જિલ્લામાં 100થી વધુ કર્મચારીઓ વાળી ઓફિસનો 25% સ્ટાફ વર્ક ફ્રોમ હોમમાં કામ કરશે. બાકીનો સ્ટાફ રોટેશન પર આવશે.
રાજસ્થાનમાં શનિવારે કોરોનાના આશરે 3 હજાર કેસ નોંધાયા હતા. જયપુર અને જોધપુરમાં જ 995 કેસ છે. રાજ્યના ઘણા શહેરોમાં કલમ 144 લાગુ કરી દેવાઈ છે. જો કે, આનાથી લગ્ન, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, હોસ્પિટલ આવતા લોકોને અલગ રાખવામાં આવ્યા છે. શાળા-કોલેજમાં પરીક્ષા આપનાર પણ આનાથી પ્રભાવિત નહીં થાય.