દક્ષિણ ભારતના ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતને બ્લૂડ પ્રેશરની સમસ્યા ઊભી થતાં શુક્રવારે હૈદરાબાદની એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ફિલ્મ અનાથેનું શૂટિંગ કરી રહ્યાં હતાં, તે દરમિયાન તેમને બ્લડ પ્રેશરની મુશ્કેલી થઇ હતી. આ ફિલ્મનું શૂટિંગ કેટલાક દિવસો પહેલાં બંધ કરવામાં આવ્યું હતું, કારણ કે ફિલ્મના શુટીંગ સાથે જોડાયેલા ૮ લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. રજનીકાંતનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યું હતું, પરંતુ બ્લેડ પ્રેશરમાં બદલાવ જોવા મળ્યો હતો.
હોસ્પિટલ જારી કરેલા નિવેદન મુજબ ૨૫ ડિસેમ્બરે સવારે રજનીકાંતને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેઓ છેલ્લાં દસ દિવસથી હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યાં હતાં. તેમની ફિલ્મના સેટ પર કેટલાક લોકોને કોરોના પોઝિટિવ આવ્યો હતો. રજનીકાંતનો કોરોના ટેસ્ટ ૨૨ ડિસેમ્બરે થયો હતો, જે નેગેટિવ આવ્યો હતો. ત્યારથી તેમણે પોતાને આઇસોલેટ કરી લીધા હતા.
તેમનામાં કોરોનાના કોઇ લક્ષણ ન હતા, પરંતુ તેમના બ્લડ પ્રેશરમાં ઘણો ઉતાર ચઢાવ હતો. જેના કારણે તેમને દાખલ કરવા જરૂરી હતું. તેમને સારી રીતે મોનિટર કરવામાં આવશે. બ્લડ પ્રેશર ઉપરાંત તેમને કોઇ લક્ષણ નથી. તે સ્વસ્થ છે. 12 ડિસેમ્બરનાં રોજ તેઓ 70 વર્ષનાં થયા છે.