ભાજપ દ્વારા લોકસભા ચૂંટણી માટે ઢંઢેરા સમિતિની જાહેરાત શનિવારે કરવામાં આવી છે. આ સમિતિનું નેતૃત્વ વરિષ્ઠ નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કરશે. જ્યારે નિર્મલા સીતારામન સમિતિના કન્વીનર હશે. પીયૂષ ગોયલને સહ-સંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે. આ સમિતિમાં કુલ 27 સભ્યો હશે. મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવની સાથે પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.
ભાજપની ચૂંટણી ઢંઢેરાની સમિતિમાં અર્જુન મુંડા, ભૂપેન્દ્ર યાદવ, સ્મૃતિ ઈરાની, અર્જુનરામ મેઘવાલ, કિરેન રિજિજુ, અશ્વિની વૈષ્ણવ, ધર્મેન્દ્ર પ્રધાન, ભૂપેન્દ્ર પટેલ, હિમંતા બિસ્વા સરમા, વિષ્ણુદેવ સાંઈ, રવિશંકર પ્રસાદ, સુશીલ મોદી, કેશવ પ્રસાદ, કેશવ પ્રસાદ, રાજકુમાર ચંદુભાઈ, રાજેન્દ્રસિંહ જાડેજાનો સમાવેશ થાય છે. વિનોદ તાવડે, રાધામોહન દાસ, ઓપી ધનખર, અનિલ એન્ટોની, તારિક મન્સૂર વગેરેનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપે લોકસભા ચૂંટણીને લઈને અત્યાર સુધી 7 યાદી જાહેર કરી છે. સાતમી યાદી સાથે ભાજપે અત્યાર સુધીમાં તેના 407 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ 101 સાંસદોની ટિકિટ રદ કરી છે.

LEAVE A REPLY