ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અમેરિકન ડીફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટિનના આમંત્રણ પર 23થી 26 ઓગસ્ટ દરમિયાન અમેરિકાની સત્તાવાર મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન, તેમની વચ્ચે દ્વિપક્ષીય બેઠકો થશે. તેઓ પ્રેસિડેન્ટના રાષ્ટ્રીય સુરક્ષા બાબતોના સહાયક જેક સુલિવાનને પણ મળશે.
આ મુલાકાતથી ભારત-યુએસ કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ વધુ ગાઢ અને વિસ્તૃત થશે તેવી અપેક્ષા છે. રાજનાથ સિંહ યુએસ સંરક્ષણ ઉદ્યોગ સાથે ચાલી રહેલા અને ભાવિ સંરક્ષણ સહયોગ પર ઉચ્ચ સ્તરીય રાઉન્ડ ટેબલ બેઠકની અધ્યક્ષતા પણ કરશે. આ મુલાકાત દરમિયાન તેઓ ભારતીય સમુદાય સાથે પણ વાતચીત કરશે.

 

LEAVE A REPLY