ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેબિનેટ સુધી કોરોના પહોંચી ગયો છે. સોમવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કોરોના પોઝિટિવ આવ્યા હતા.સંરક્ષણ પ્રધાને પોતાને હોમ ક્વારન્ટાઈન કરી લીધા હતા અને પોતાના સંપર્કમાં આવેલા લોકોને પોતાનો ટેસ્ટ કરાવવા અને આઈસોલેટ થવા સલાહ આપી હતી. રાજનાથ સિંહે ટ્વિટ કરીને પોતાને કોરોના થયો હોવાની જાણ કરી હતી.
સોમવારે સંરક્ષણ પ્રધાને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ‘હું આજે કોરોના પોઝિટિવ આવ્યો છું. હોમ ક્વારન્ટાઈનમાં છું. તાજેતરમાં જ મારા સંપર્કમાં આવલા લોકો પોતાને આઈસોલેટ કરી લે અને પોતાનો ટેસ્ટ કરાવી લે. આરોગ્ય મંત્રાલયના સોમવારના ડેટા મુજબ ભારતમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1,79,723 કેસ સામે આવ્યા હતા. સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 44,388 કેસ સામે આવ્યા હતા. ઓમિક્રોનના કુલ કેસની સંખ્યા 4000ને પાર કરીને 4033 પર પહોંચી હતી. દેશમાં સૌથી વધારે મહારાષ્ટ્રમાં 1,216 અને રાજસ્થાનમાં 529 કેસ છે. ગુજરાતમાં ઓમિક્રોનના કુલ 236 કેસ નોંધાયા છે અને 186 સાજા થયા છે.