યુવા અભિનેતા રાજકુમાર રાવે બોલીવૂડેમાં સ્થાન જમાવી દીધું છે. થોડા સમય અગાઉ તેની નવી પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘શ્રીકાંત’માં તેના અભિનયના ખૂબ જ વખાણ થયા હતા. રાજકુમાર અત્યારે તેની જ્હાન્વી કપૂર સાથેની નવી ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
તેમણે ફિલ્મના પ્રમોશન દરમિયાન પોતાની માતા તરફથી મળેલા કિંમકી વારસા અંગે અનોખી વાત કરી હતી. રાજકુમારે જણાવ્યું હતુ કે, તે 16 વર્ષની ઉંમરથી દર શુક્રવારે સંતોષી માતાનું વ્રત રાખે છે. માતાએ વારસામાં વ્રત કરવાની પરંપરા આપી હતી અને 2019માં માતાના નિધન બાદ પણ તેણે આ પરંપરા જાળવી રાખી છે.
રાજકુમાર દર શુક્રવારે સંતોષી માતાનું વ્રત રાખે છે. રાજકુમાર રાવના માતા કમલ યાદવ આ વ્રત કરતા હતા. નાનપણથી જ રાજકુમારે પોતાની માતાનું અનુસરણ કર્યું હતું. 16 વર્ષની ઉંમરથી આ ધાર્મિક પરંપરાને નિભાવી રહ્યા છે.
પ્રમોશન અને શૂટિંગ દરમિયાન આ વ્રત કરવાનું રાજકુમાર માટે પડકારજનક હોય છે. શૂટિંગમાં અને અન્ય કોઇ કાર્યક્રમ દરમિયાન શરીરમાં ઊર્જા મેળવવાની જરૂર હોય છે. સતત કામથી પણ ભૂખ લાગે છે. જોકે, તે નિષ્ઠાપૂર્વક ઉપવાસ કરે છે. વ્યસ્ત દિવસે પણ તે ભોજન લેતો નથી. ક્યારેક પરિસ્થિતિ મુજબ રાત્રે ભોજન કરી લે છે.