બોલિવૂડ અભિનેતા રાજકુમાર રાવે લાંબા સમયની ગર્લફ્રેન્ડ પત્રલેખા સાથે ચંદીગઢમાં સોમવાર, 15 નવેમ્બરે લગ્ન કર્યા હતા. રાજકુમાર રાવે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે અને ફેન્સ સાથે આ ખુશખબરી શેર કરી હતી. રાજકુમાર રાવે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, આખરે 11 વર્ષના પ્રેમ, રોમાન્સ, મિત્રતા અને મસ્તી પછી મે મારી સોલમેટ, મારી સૌથી સારી મિત્ર સાથે સાથે લગ્ન કર્યા છે. લગ્નમાં બોલિવૂડ સેલેબ્સ પણ હાજર રહ્યા હતા. લગ્ન બાદ તે જ દિવસે રાત્રે રિસેપ્શન યોજવામાં આવ્યું હતું.
વ્હાઈટ થીમ પર તેમની એંગેજમેન્ટ સેરેમની યોજાઈ હતી. વરરાજા રાજકુમાર રાવ વ્હાઈટ રંગના ક્લાસિક કુર્તા અને ચુડીદારના સેટમાં હેન્ડસમ લાગતો હતો. જ્યારે પત્રલેખાએ આઈવરી અને સિલ્વર રંગનું ઓફ-શોલ્ડર ગાઉન પહેર્યું હતું. સાથે જ ગળામાં ડાયમંડ નેકલેસ હતો. રાજકુમાર અને પત્રલેખા બંનેએ ઘૂંટણિયે બેસીને એકબીજાને રિંગ પહેરાવી હતી. રિપોર્ટ પ્રમાણે, 13 તારીખે સગાઈ બાદ 14 નવેમ્બરે કપલની મહેંદી અને સંગીત સેરેમની થઈ હતી.રાજકુમાર અને પત્રલેખાના લગ્નમાં બોલિવુડમાંથી હુમા કુરેશી, ફરાહ ખાન, મુદ્દુસર અઝીઝ, અમર કૌશિક, અદિતિ રાવ હૈદરી જેવા સેલેબ્સ સામેલ થયા છે. તેઓ ચંડીગઢ પહોંચી ગયા છે. આ પહેલા 13 નવેમ્બરના રોજ પત્રલેખા અને રાજકુમાર રાવે સગાઈ કરી હતી.