ગુજરાત સરકારે રાજકોટમાં નાગલપુરમાં નવી જીઆઈડીસી બનાવવાની જાહેરાત કરી છે. અહીં મેડિકલ પાર્ક બનાવવા માટે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને 136 હેક્ટર જમીનની ફાળવણી છે,
રાજકોટના નિવાસી અધિક કલેક્ટર પરિમલ પંડ્યાએ મંગળવારે જણાવ્યું હતું કે, મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં નવી ઔદ્યોગિક વસાહતોની જાહેરાત કરી છે. જેમાં રાજકોટ જિલ્લામાં નાગલપુરમાં નવી જીઆઈડીસી બની રહી છે, તેના માટે કલેક્ટરે 136 હેક્ટર જમીન ફાળવી દીધી છે. અહીં મેડિકલ પાર્ક બનશે. જેની વિશેષતા એ હશે કે, વર્તમાનમાં કોઈ જગ્યાએ મેડિકલ કે ફાર્મા યુનિટ ધરાવતી કંપનીઓને જ પ્લોટ અપાશે. આ નવા મેડિકલ પાર્કમાં 450થી વધુ એકમોને સમાવી શકાય તેવો અંદાજ છે. આ જીઆઈડીસીમાં ફાર્મા કંપનીઓ આવવાથી, માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રનો વિકાસ થશે.