પ્રતિકાત્મક તસવીર (Photo by INDRANIL MUKHERJEE/AFP via Getty Images)

ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વતન રાજકોટમાં મહાનગરપાલિકાની કુલ 72 બેઠકોમાંથી ભાજપનો 68 બેઠક પર વિજય થયો હતો અને કોંગ્રેસને માત્ર ચાર બેઠક મળી હતી. રાજકોટમાં વર્ષ ૨૦૧૫ની ચૂંટણીમાં કોંગ્રેસના ખાતામાં ૩૪ બેઠકો આવી હતી, પરંતુ આ વખતે તે માત્ર ચાર બેઠક પર જ વિજય મેળવી શકી હતી.

ચૂંટણીમાં વિજયના સ્પષ્ટ વિજયને પગલે ભાજપના કાર્યકરોએ ઠેરઠેર વિજય ઉત્સવ મનાવવાનું શરૂ કરી દીધું હતું અને કોંગ્રેસમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. આ વખતે ભાજપમાં પ્રથમવાર પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ત્રણ વર્ષથી વધુ ટર્મ લડતા અને 60 વર્ષ કરતાં મોટી ઉંમરના તથા પૂર્વ મેયર અને ટિકિટ આપવામાં આવી નહોતી અને મોટા ભાગના નવોદિત હતા છતાં પક્ષના સંગઠન બળને કારણે ઉમેદવારોનો વિજય થયો છે.